લંડનઃ તાજેતરના યુગવ સર્વેક્ષણ અનુસાર, પાટનગરના 56 ટકા લોકો ઈચ્છે છે કે લંડનના મેયર સાદિક ખાન પોતાનું પદ છોડે અને મે 2028માં યોજાનારી આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીના અન્ય કોઈ ઉમેદવારને તક આપે.
આ સર્વેમાં 2024ની છેલ્લી ચૂંટણીમાં સાદિક ખાનને મત આપનારા લગભગ 31 ટકા એટલે કે ત્રીજા ભાગના સમર્થકોનો પણ સમાવેશ થાય છે જેઓ પરિવર્તન ઈચ્છે છે. આ ઉપરાંત 55 ટકા લંડનવાસીઓનું માનવું છે કે દસ વર્ષ પહેલા સર સાદિક પ્રથમ વખત ચૂંટાયા ત્યારથી શહેર સ્થિતિ વધુ ખરાબ થઇ છે.
સર્વેમાં સામે આવ્યું કે માત્ર 17 ટકા લોકો જ મેયરની આવાસ નીતિથી સંતુષ્ટ છે, જ્યારે 66 ટકાએ તેમની કામગીરીને નબળી ગણાવી છે. લોકોના મતે આર્થિક સ્થિતિ અને રોજગારીની સ્થિતિ પણ વણસી છે. જ્યારે લંડનના 40 ટકા લોકો સાદિક ખાનની દસ વર્ષની કામગીરીને સારી ગણાવે છે અને 47 ટકા લોકો તેની ટીકા કરે છે.

