લંડનના મરાઠી બાળકોને માતૃભાષા શીખવવામાં આવશે

અભ્યાસક્રમ તૈયાર કરવા મહારાષ્ટ્ર સરકારે સમિતિની રચના કરી

Tuesday 16th July 2024 12:01 EDT
 
 

લંડનઃ ભારતના મહારાષ્ટ્રની સરકાર લંડન સ્થિત મહારાષ્ટ્ર મંડળ સાથે મળીને લંડનમાં વિદ્યાર્થીઓ માટે મરાઠી ભાષાનો અભ્યાસક્રમ શરૂ કરશે. અભ્યાસક્રમ તૈયાર કરવા માટે મહારાષ્ટ્ર સરકારે ડિરેક્ટર ઓફ ધ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઇઆરટી)ના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી છે.

જાન્યુઆરીમાં નવી મુંબઇ ખાતે આયોજિત વિશ્વ મરાઠી સંમેલનમાં મહારાષ્ટ્ર એસસીઇઆરટી અને લંડનના મહારાષ્ટ્ર મંડળ વચ્ચે થયેલા એમઓયુ અનુસાર લંડનમાં વસતા મરાઠી બાળકો વધારાના ભાષા અભ્યાસક્રમ અંતર્ગત મરાઠી ભાષાનો અભ્યાસ કરી શકશે. મહારાષ્ટ્ર સરકારે આ માટેનો ઠરાવ તાજેતરમાં જ પ્રસિદ્ધ કર્યો છે.

સરકારના પરિપત્ર અનુસાર સરકાર દ્વારા રચાયેલી સમિતિ લંડનના વિદ્યાર્થીઓ માટે મરાઠી ભાષાનો અભ્યાસક્રમ તૈયાર કરશે. મહારાષ્ટ્ર મંડળ, લંડન તેમની સુવિધા અનુસાર આ અભ્યાસક્રમમાં 20 ટકાનો સુધારો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter