લંડનના મેયર સર સાદિક ખાન નાઇટહૂડથી સન્માનિત કરાયા

Tuesday 17th June 2025 12:24 EDT
 
 

લંડનઃ રાજકીય અને જાહેર સેવા માટે કિંગ દ્વારા અપાતા સન્માન અંતર્ગત લંડનના મેયર સાદિક ખાનને બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ દ્વારા નાઇટહૂડના ખિતાબથી સન્માનિત કરાયા હતા. 54 વર્ષીય સાદિક ખાન 2016માં પહેલીવાર લંડનના મેયરપદે ચૂંટાયા ત્યારથી અત્યાર સુધી હોદ્દા પર ચૂંટાતા આવ્યા છે. 2021 અને 2024માં પણ ચૂંટાતા સતત ત્રીજી ટર્મ માટે મેયરપદે ચૂંટાનાર પ્રથમ વ્યક્તિ બન્યાં હતાં.

ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં નાઇટહૂડની ઘોષણા બાદ સર સાદિક ખાને જણાવ્યું હતું કે, આ સન્માન પ્રાપ્ત કરીને હું ગદગદિત થઇ ગયો છું. સાઉથ લંડનમની કાઉન્સિલ એસ્ટેટમાં મારો ઉછેર થઇ રહ્યો હતો ત્યારે મેં કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ હું લંડનનો મેયર બનીશ. લંડનની સેવા કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને સમૃદ્ધ, સુરક્ષિત લંડનના નિર્માણની પ્રક્રિયા જારી રાખીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter