લંડનના મેયરપદની ઉમેદવારી માટે ડૉન બટલરને જીએમબીનું સમર્થન

Tuesday 26th May 2026 11:07 EDT
 
 

લંડનઃ લંડનના મેયરપદની ઉમેદવારી માટે બ્રેન્ટ ઇસ્ટના સાંસદ ડૉન બટલરને જીએમબી યુનિયનનું અત્યંત મહત્વનું સમર્થન હાંસલ થયું છે. સિટી હોલમાં સર સાદિક ખાનના અનુગામી બનવા બટલર માટે  આ જાયન્ટ યુનિયનનું સમર્થન અત્યંત મહત્વનું બની રહેશે. બટલર લંડનના લેબર સાંસદોના ગ્રુપના અધ્યક્ષ પણ છે. તેઓ લંડનના મેયરપદને જીવનભરનું ગૌરવ માને છે. જોકે તેમણે ઉમેદવારી માટે હજુ પ્રયાસ શરૂ કર્યા નથી. તેઓ કહે છે કે મેં લંડનના મેયરપદ માટેની ઉમેદવારીની ઇચ્છાને ક્યારેય સંતાડી નથી. જોકે હાલ તે માટે કોઇ વેકેન્સી નથી. સર સાદિક ખાને તેમના 10 વર્ષના કાર્યકાળમાં અદ્દભૂત કામગીરી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter