લંડનઃ રાજધાનીના લેસ્ટર સ્ક્વેર વિસ્તારમાં 34 વર્ષની મહિલા અને 11 વર્ષની કિશોરી પર ચાકૂ વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આયોન પિન્તારુ નામના શખ્સની ધરપકડ કરાઇ છે. આ હુમલામાં કિશોરીને ઇજા પહોંચી હતી જ્યારે તેની માતાનો બચાવ થયો હતો. કિશોરીને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. પિન્તારુને કસ્ટડીમાં લઇને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ હુમલા પાછળના ઇરાદાની તપાસ કરી રહી છે. પોલીસે હુમલાખોરને ઝડપી લેવામાં યોગદાન આપનારાની પ્રશંસા કરી હતી.

