લંડનના વોલ્ટ્સમાં પડેલાં 1.95 બિલિયન ડોલરના સોનાની માલિકી બ્રિટનના મહારાણીની?

સોનાની માલિકી બ્રિટનના મહારાણીની હોવાના પુરાવા વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કના વડાએ રજૂ કર્યા

Wednesday 10th August 2022 06:10 EDT
 
 

લંડન

લંડનના એક વોલ્ટમાં પડેલા 31 ટન કરતાં વધુના સોનાની માલિકી બ્રિટનના મહારાણીની હોવાના અહેવાલો સામે આવ્યા છે. વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કના વડાએ આ સોનાની માલિકી બ્રિટનના મહારાણીની હોવાના પુરાવા તરીકે મહારાણીના પત્રો રજૂ કર્યા છે જેના પગલે આ સોનાની માલિકી અંગે ચાલી રહેલા કાનૂની યુદ્ધમાં નવો વળાંક આવી ગયો છે. વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કના પ્રમુખ કેલિક્સતો ઓર્ટેગાએ દાવો કર્યો છે કે મહારાણીના હસ્તાક્ષર ધરાવતો પત્ર બ્રિટન વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સરકારને માન્યતા આપતો હોવાનો પુરાવો છે. આ પત્રોમાં સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડિન્સની સરકારોને વેનેઝુએલા સ્થિત પ્રતિનિધિઓ બદલી નાખવાની વિનંતી કરાઇ છે. ઓર્ટેગાનો દાવો છે કે  વેનેઝુએલાના રાજદૂતોને તેમના દ્વારા જારી કરાયેલા વિઝા એ વાતનો પુરાવો છે કે લંડન માદુરો સરકારને માન્યતા આપી રહ્યું છે. આ દાવા  બ્રિટિશ સરકારે અદાલતમાં આપેલા નિવેદનોથી વિરોધાભાસી છે. બ્રિટિશ સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, બ્રિટન માદુરો સરકારને માન્યતા આપતો નથી.. તેથી તે સોનાને સોંપી શકે તેમ નથી.

2018માં વેનેઝુએલામાં વિવાદાસ્પદ ચૂંટણીઓ યોજાઇ ત્યારબાદ પોતાને વચગાળાના પ્રમુખ જાહેર કરનારા વિપક્ષના ઉમેદવાર જુઆન ગ્વાઇડોને બ્રિટને સમર્થન આપ્યું હતું. માદુરો અને ગ્વાઇડોએ સેન્ટ્રલ બેન્ક ઓફ વેનેઝુએલા માટે અલગ અલગ બોર્ડની નિયુક્તિ કરી છે. બંને બોર્ડ દ્વારા સોના સંદર્ભમાં વિરોધાભાસી આદેશો જારી કરાયા છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વોલ્ટ્સમાં 1.95 બિલિયન ડોલરનુ આ સોનુ વેનેઝુએલાની આંતરરાષ્ટ્રીય અનામતોના 20 ટકા જેટલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter