લંડનઃ લંડનના 21 કરી રેસ્ટોરન્ટ્સને યુકેના 100 સર્વશ્રેષ્ઠ કરી હાઉસની યાદીમાં સ્થાન મળ્યું છે. દેશના શ્રેષ્ઠ કરી સ્પોટ્સના આ નવા રેન્કિંગમાં પાટનગર લંડનનો દબદબો જોવા મળ્યો છે. એશિયન કેટરિંગ ફેડરેશન દ્વારા દેશના સર્વશ્રેષ્ઠ એશિયન વ્યંજનોને પ્રોત્સાહિત કરવાના હેતુથી યુકેના ટોચના 100 કરી રેસ્ટોરન્ટ્સની વાર્ષિક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પાંચમા ભાગ કરતાં પણ વધુ સ્થાન લંડનના કરી હાઉસે મેળવ્યા છે.
યાદીમાં લંડનના કયા કરી હાઉસને સ્થાન
બાબર, બ્રોકલી - બેનારસ, મેફેર - બ્રિગેડિયર્સ, બેંક - કર્નલ સાહબ, હાઈ હોલબોર્ન - દાવત, ટૂટિંગ - જિમખાના, મેફેર - હક્કાસન, મેફેર - હાની, ચેલ્સિયા - કાસા એન્ડ કિન, સોહો - કુટીર, ચેલ્સિયા - લક્સમાનિયા, સોહો - મેડ સાલેહ, બેઝવોટર - મિન્ટ લીફ, બેંક - નમસ્તે, હાઇગેટ - નમસ્તે કિચન, કેમડન - નમક રેસ્ટોરન્ટ, સાઉથ વૂડફોર્ડ - પાનાસ ગુર્ખા બાય સુજન કટુવાલ, બ્લેકહીથ - ક્વિલોન, વેસ્ટમિન્સ્ટર - રોયલ નવાબ, પેરિવેલ - સ્પાઇસ વિલેજ, ટૂટિંગ - યાત્રા, વેસ્ટમિન્સ્ટર

