લંડનઃ લંડન સ્થિત ઇમ્પિરિયલ કોલેજને યુકેની સર્વશ્રેષ્ઠ અને વિશ્વની બીજા ક્રમની યુનિવર્સિટીનો રેન્ક અપાયો છે. પહેલીવાર ઇમ્પિરિયલ કોલેજે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજને પછડાટ આપીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવા ઇન્ટરનેશનલ લીગ ટેબલ અનુસાર ઇમ્પિરિયલ કોલેજે ઓક્સફર્ડના વર્ષોથી ચાલ્યા આવતા પ્રભુત્વને તોડી પાડ્યું છે. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓની યાદીમાં પ્રથમ સ્થાને અમેરિકાની માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રહી છે. ત્રીજા સ્થાને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને પાંચમું સ્થાન કેમ્બ્રિજ યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. યુનિવર્સિટી કોલેજ લંડનને 9મું સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વની ટોચની 10 યુનિવર્સિટીમાં યુકેની ચાર યુનિવર્સિટી સામેલ છે.
વિશ્વની ટોપ ટેનમાં યુકેની ચાર યુનિવર્સિટી
ઇમ્પિરિયલ કોલેજ લંડન – બીજું સ્થાન
ઓક્સફર્ડ યુનિવર્સિટી – ત્રીજું સ્થાન
કેમ્બ્રિજ યુનિવર્સિટી – પાંચમું સ્થાન
યુનિવર્સિટી કોલેજ, લંડન- નવમું સ્થાન


