લંડનની કેશવી શાહ ખો ખો વર્લ્ડ કપની ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ

જાન્યુઆરી 2025માં નવી દિલ્હી ખાતે પ્રથમ ખો ખો વર્લ્ડકપ સ્પર્ધાનું આયોજન

Thursday 02nd January 2025 00:49 EST
 
 

લંડનઃ જાન્યુઆરી 2025માં ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે યોજાનારા સૌપ્રથમ ખો ખો વર્લ્ડ કપમાં કેશવી શાહ ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલી ટીમમાં સામેલ હશે. 15 સભ્યોની ટીમમાં સામેલ કેશવી શાહ જીવનની આ અમૂલ્ય તક માટે આકરી તાલીમ પ્રાપ્ત કરી રહી છે.

ઇંગ્લેન્ડની મહિલા ખો ખો ટીમમાં કેશવી શાહ સૌથી યુવા ખેલાડી પૈકીની એક છે. કેશવી કહે છે કે કોમ્યુનિટી ક્લબ દ્વારા ખો ખોની રમત શરૂ કરાયા બાદ થોડાં વર્ષ પહેલાં મે તે રમવાનું શરૂ કર્યું હતું. ઇંગ્લેન્ડની ટીમમાં મારી પસંદગીથી હું ઘણું ગૌરવ અનુભવી રહી છું.

કેશવીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રવાસ માટે હું ઘણી રોમાંચિત છું. હું અન્ય ટીમો સામે રમવાની મારી આતુરતાને રોકી શક્તી નથી. પરંતુ મને થોડો ભય પણ લાગી રહ્યો છે કારણ કે વૈશ્વિક મંચ પર હું ભાગ લેવા જઇ રહી છું.

ખો ખો વર્લ્ડ કપ 14થી 18 જાન્યુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીમાં યોજાવા જઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter