લંડનની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભોજનની યોજના

સપ્ટેમ્બરથી 2,70,000 વિદ્યાર્થીઓને શાળામાં જ ભોજન અપાશે – મેયર સાદિક ખાન

Tuesday 21st February 2023 13:22 EST
 
 

લંડન

લંડનના મેયર સાદિક ખાને લંડનમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભોજનની યોજના તૈયાર કરી છે. તેમનો આરોપ છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ દરમિયાન સહાય આપવામાં સરકાર નિષ્ફળ રહી છે. આ યોજનાનો અમલ આગામી સપ્ટેમ્બરથી કરાય તેવી સંભાવના છે. જેના કારણએ પરિવારોને પ્રતિ બાળક 440 પાઉન્ડની બચત થશે. લંડનની પ્રાથમિક શાળાઓના 2,70,000 વિદ્યાર્થીઓને આ યોજનાથી લાભ થશે.

વિદ્યાર્થી તરીકે વિના મૂલ્યે ભોજનનો લાભ મેળવનાર મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, મને આશા છે કે આ યોજનાથી ગરીબ બાળકોને અને તેમના પરિવારોને મોટી મદદ મળી રહેશે. હજારો બાળકો ગરીબીમાં જીવી રહ્યાં છે પરંતુ સરકારના નિયમોના કારણે વિના મૂલ્યે ભોજનથી વંચિત રહે છે. મોંઘવારીના કારણે ઓછી આવક ધરાવતા પરિવારોને તાકિદે મદદની જરૂર છે. મેં સરકારને વારંવાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે પરંતુ સરકાર આ દિશામાં કામ કરવામાં નિષ્ફળ રહી છે.

સાદિક ખાને જણાવ્યું હતું કે, વિના મૂલ્યે ભોજન એક લાઇફલાઇન છે. તેના કારણે માતાપિતાને આર્થિક રીતે રાહત મળે છે. વિના મૂલ્યે ભોજનની યોજના ગેમ ચેન્જિંગ બની રહેશે. પોતાના બાળકોને ભોજન કેવી રીતે પુરું પાડી શકાશે તેવી ચિંતામાંથી વાલીઓ મુક્ત થશે. કોઇ બાળક ભૂખ્યું નહીં રહે અને તે પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter