લંડનઃ મેયર સાદિક ખાન, ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને યુનાઇટ યુનિયન ચ્ચે થયેલા એક મહત્વપૂર્ણ કરાર મુજબ મે 2027 સુધીમાં લંડનની તમામ બસની ડ્રાઇવર કેબિનમાં આધુનિક એર કન્ડીશનીંગ સિસ્ટમ સ્થાપિત કરાશે. ઉનાળા દરમિયાન વધતા તાપમાન અને હીટવેવને કારણે ડ્રાઇવરોને વેઠવી પડતી ભારે અગવડતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયન દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને ઝુંબેશ બાદ એક્સ્ટ્રીમ વેધર ટાસ્કફોર્સ દ્વારા આ ઐતિહાસિક યોજના તૈયાર કરવામાં આવી છે.

