લંડનઃ નાઇજલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીએ પહેલીવાર લંડનની પેટાચૂંટણી જીતીને કન્ઝર્વેટિવ પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. ગુરુવારે બ્રોમલીમાં યોજાયેલી પેટાચૂંટણીમાં રિફોર્મ યુકેનો વિજય થયો હતો. રિફોર્મ યુકે લંડનમાં ઘણા કાઉન્સિલરો ધરાવે છે પરંતુ તેઓ અન્ય પાર્ટીઓ સાથે છેડો ફાડીને રિફોર્મમાં સામેલ થયાં છે. બ્રોમલીની પેટાચૂંટણીમાં રિફોર્મ યુકેના એલન કૂકે 34 ટકા મત મેળવીને પૂર્વ ટોરી કાઉન્સિલર ઇયાન પેનને પરાજય આપ્યો હતો. પેનને 29.4 ટકા મત પ્રાપ્ત થયાં હતાં.


