લંડનઃ લંડનની બસ સેવામાં કાપ મૂકાયો છે તેમજ કેટલાક રૂટની બસના સમયમાં પણ બદલાવ કરાયો છે. ટ્રાન્સપોર્ટ ઓફ લંડને જાહેરાત કરી છે કે 20 કરતા વધુ રૂટ પર પ્રવાસીઓની ઘટતી સંખ્યા અથવા તો વધી રહેલા ટ્રાફિક જામને કારણે ફ્રિકવન્સીમાં બદલાવ કરાયો છે. તેનો અર્થ એ થયો કે ઘણા રૂટ પર બસની સંખ્યામાં ઘટાડો થશે.
બસ સેવામાં કાપ મૂકાતા લેબર સાંસદોએ મેયર સાદિક ખાનની આકરી ટીકા કરી છે. મેયર ટ્રાન્સપોર્ટ ફોર લંડનના પણઅધ્યક્ષ છે. લેબર સાંસદોએ ટ્રાન્સપોર્ટ ફોર લંડનના કમિશ્નર એન્ડી લોર્ડને પત્ર લખીને બસ સેવામાં મૂકાયેલા કાપ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે કેટલાક રૂટ દર્દીઓ માટે અત્યંત મહત્વના છે. લંડનના ઘણા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક ઉપલબ્ધ નથી. અમારી કોમ્યુનિટીઓ માટે બસ સેવા જ મહત્વની છે.
એપ્રિલ 2026થી ટીવી લાયસન્સની વાર્ષિક ફીમાં વધારો થવા જઇ રહ્યો છે. હવે 174.50 પાઉન્ડના સ્થાને 180 પાઉન્ડ ચૂકવવા પડશે. 2025માં લાયસન્સ ફીમાં 5 પાઉન્ડ અને 2024માં 10 પાઉન્ડનો વધારો કરાયો હતો. 2022માં ફુગાવાના આધારે લાયસન્સ ફીમાં વધારો કરવા એગ્રિમેન્ટ થયું હતું. 2027 સુધી લાયસન્સ ફીમાં આ રીતે જ વધારો થતો રહેશે. તેના પગલે હવે કલર ટીવી લાયસન્સ ફી 5.50 પાઉન્ડ વધવા જઇ રહી છે. તેનો અર્થ એ થયો કે પ્રતિ માસ 46 પેન્સનો વધારો ચૂકવવો પડશે.

