લંડનઃ મધ્ય લંડનમાં હાઉસહોલ્ડ કેવેલરીના 7 ઘોડાએ રમખાણ મચાવતાં ઓછામાં ઓછા 5 લોકોને ઇજા પહોંચી હતી. 24 એપ્રિલના બુધવારે આ ઘોડાઓને હાઇડ પાર્ક બેરેક્સમાંથી ડેઇલી મોર્નિંગ એક્સરસાઇઝ માટે લઇ જવાતાં હતાં ત્યારે તેમના સવારોને પછાડીને લંડનની સડકો પર આડેધડ દોડવા લાગ્યા હતા. તેમાંથી એક ઘોડો લોહીલુહાણ અવસ્થામાં દોડી રહ્યો હતો. ઘણી મહેનત બાદ સેનાએ આ ઘોડાઓને કાબુમાં લીધાં હતાં.


