લંડનનું વધુ 65 કિમી રોડ નેટવર્ક 20 માઇલની સ્પીડ લિમિટના દાયરામાં

Tuesday 12th September 2023 12:08 EDT
 

લંડનઃ 2023ના અંત સુધીમાં લંડનની વધુ 65 કિલોમીટર સડકના નેટવર્કમાં 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ અમલમાં મૂકાશે. બ્રોમલી, ગ્રીનવિચ, કેન્સિંગ્ટન, ચેલ્સિયા, લામ્બેથ, લૂઇશેમ, મેર્ટન, સાઉથવાર્ક અને વેન્ડ્સવર્થમાં સડકો પર ટૂંકસમયમાં સ્પીડ લિમિટના બોર્ડ લગાવી દેવાશે. લંડનના વોકિંગ એન્ડ સાયકલિંગ કમિશ્નર વિલ નોર્મને જણાવ્યું હતું કે, નવી 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ દક્ષિણ લંડનના મોટા વિસ્તારે સુરક્ષિત બનાવવામાં મદદ કરશે. આ વર્ષના અંત સુધીમાં નવી સ્પીડ લિમિટનું કામકાજ પુરું કરાશે જેના પગલે ગ્રેટર લંડનમાં 140 કિમીનું રોડ નેટવર્ક 20 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટમાં આવી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter