લંડનઃ લંડનની ઓળખ સમાન ટાવર બ્રિજ એક નાવ પસાર થયા બાદ ખુલ્લી હાલતમાં જ સ્થગિત થઇ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગુરુવારે બપોરના સમયે એક બાર્જ બ્રિજ નીચેથી પસાર થવાનું હતું પરંતુ ત્યારબાદ બ્રિજને બંધ કરવામાં સમસ્યા સર્જાતા લંડનની સડકો પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અડધા કલાક બાદ બ્રિજને બંધ કરવામાં સફળતા મળી હતી. કેટલાકના મતે આવી ખુલ્લી હાલતમાં બ્રિજ સુંદર દેખાતો હતો પરંતુ ત્યારબાદ તેમની સમજમાં આવ્યું કે કોઇ સમસ્યા સર્જાઇ છે.


