લંડનઃ જેલમાં બેઠા બેઠા ડ્રગ નેટવર્કનું સંચાલન કરતા એક ડ્રગ ડીલર માટે કામ કરતા પૂર્વ મેજિસ્ટ્રેટ પુરષોત્તમ ધિલ્લોન, બિક્રમજીત બ્રાર અને હેરી સિંઘને જેલની સજા ફટકારવામાં આવી છે. આ ટોળકી પશ્ચિમ લંડનમાં કોકેઈન અને હેરોઈનનો જથ્થો સપ્લાય કરતી હતી. આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર 48 વર્ષીય હરદીપ થિંદ ઉર્ફે હેરી સિંઘ જેલમાંથી જ આ કાળા કારોબારનું સંચાલન કરી રહ્યો હતો. જેલમાંથી મુક્ત થયા બાદ તેણે પોતાના આ નેટવર્કનો વધુ વિસ્તાર કર્યો હતો. કોર્ટ દ્વારા મુખ્ય સૂત્રધાર હરદીપ થિંદને 12 વર્ષ અને છ મહિના, પૂર્વ મેજિસ્ટ્રેટ પુરષોત્તમ ધિલ્લોનને 7 વર્ષ, બિક્રમજીત બ્રારને 3 વર્ષ અને ચાર મહિનાની કેદ ફટકારવામાં આવી છે.

