લંડનમાં 20 બિલિયન પાઉન્ડ મૂલ્યની 34,327 મિલકતો ખાલી પડી છે

સૌથી વધુ 2.2 બિલિયન પાઉન્ડની ખાલી મિલકતો કેન્સિંગટન અને ચેલ્સિયામાં

Tuesday 13th June 2023 13:25 EDT
 
 

 લંડનઃ એકતરફ લંડનમાં પ્રોપર્ટીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં ખાલી પડેલી ઇમારતોની સંખ્યા પણ અપરંપાર છે. એક અંદાજ પ્રમાણે લંડનમાં 20 બિલિયન પાઉન્ડ મૂલ્યની સંપત્તિઓ ખાલી પડી છે. સિટીહોલના જણાવ્યા અનુસાર એકલા કેન્સિંગટન અને ચેલ્સિયામાં 2.2 બિલિયન પાઉન્ડની ઇમારતો ખાલી પડી છે. અન્ય ચાર બરોમાં દરેકમાં 1 બિલિયન પાઉન્ડના મકાનો ખાલી પડ્યાં છે. હેરોમાં 61 ખાલી સંપત્તિ છે જેનું મૂલ્ય 33.5 મિલિયન પાઉન્ડ છે. સાઉથવાર્કમાં 1.3 બિલિયન પાઉન્ડની 2422 મિલકતો ખાલી પડી છે. એક અંદાજ પ્રમાણે લંડનમાં 34,327 મિલકતો ખાલી છે.

ખાલી મકાનોઃ ટોપ ફાઇવ બરો

સાઉથવાર્ક – 2422

ન્યૂહેમ – 1944

બાર્નેટ – 1891

લેમ્બેથ – 1820

ક્રોયડન – 1606

ખાલી મકાનોની કિંમતઃ ટોપ ફાઇવ બરો

કેન્સિંગટન – 2.2 બિલિયન પાઉન્ડ

સાઉથવાર્ક – 1.3 બિલિયન પાઉન્ડ

વેસ્ટમિન્સ્ટર – 1.2 બિલિયન પાઉન્ડ

બાર્નેટ – 1.1 બિલિયન પાઉન્ડ

ક્રોયડન – 1.1 બિલિયન પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter