લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોનના વિસ્તરણની મેયર સાદિક ખાનની યોજનાને નાબૂદ કરતા ખરડાને સમર્થન આપી રહ્યાં છે. મેયરના નિકટના સૂત્રોએ આ પ્રયાસને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો છે. ટ્રાન્સપોર્ટ અને પ્રદૂષણ અંગેના નિર્ણય લેવાની સત્તા હાલ લંડનના મેયર પાસે છે.
કેન્ટના બેક બેન્ચર કન્ઝર્વેટિવ સાંસદ ગેરેથ જ્હોન્સન દ્વારા ઉલેઝ વિસ્તરણને રદ કરવા માટે સંસદમાં એક ખરડો રજૂ કરાયો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પરે જણાવ્યું છે કે સરકાર ગેરેથ જ્હોન્સન દ્વારા લવાયેલા ખરડાથી ખુશ છે.
હાર્પરે જણાવ્યું હતું કે, લંડનના મેયર દ્વારા ઉલેઝ વિસ્તરણ અંગે લેવાયેલા નિર્ણય અંગે સરકારનો મત સ્પષ્ટ છે. આ તેમણે આપેલા વચનનું જ ઉલ્લંઘન છે. ગરીબ વાહનચાલકો પર કર લાદવાથી પ્રદૂષણ પર કોઇ વિશેષ અસર થવાની નથી.
વડાપ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ખરડામાં જનતાનો અવાજ સામેલ કરાશે. પરંતુ ખાનના નિકટના સૂત્રોએ આ પ્રયાસની આકરી ટીકા કરી છે.