લંડનમાં એક મહિનામાં બીજો ભારતીય વિદ્યાર્થી લાપતા થયો

Tuesday 19th December 2023 12:14 EST
 

લંડનઃ લંડનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી રહસ્યમય રીતે લાપતા થયો છે. ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ આ બનાવ પાછળ ઘેરા ષડયંત્રની શંકા વ્યક્ત કરી ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકરની મદદ માગી હતી. નવેમ્બર મહિનામાં પણ એક ભારતીય વિદ્યાર્થી ગૂમ થયો હતો અને થોડા દિવસ બાદ તેનો મૃતદેહ થેમ્સ નદીમાંથી મળી આવ્યો હતો. સિરસાએ જણાવ્યું હતું કે, લોફબોરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો એસ.ભાટિયા નામનો ભારતીય વિદ્યાર્થી 15 ડિસેમ્બરથી ઇસ્ટ લંડનમાંથી લાપતા થયો છે. છેલ્લે તેને કેનારી વ્હાર્ફમાં જોવાયો હતો. સિરસાએ લોફબોરો યુનિવર્સિટી અને ભારતીય હાઇ કમિશ્નરને પણ ભાટિયાની શોધખોળમાં મદદ કરવા અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter