લંડનમાં એસયુવી પાસેથી વધુ પાર્કિંગ ચાર્જ વસૂલવા વિચારણા

Tuesday 06th February 2024 11:08 EST
 
 

લંડનઃ લંડનના મેયર સાદિક ખાન હવે એસયુવીના માલિકો પાસેથી વધુ પાર્કિંગ ચાર્જ વસૂલવાની વિચારણા કરી રહ્યા છે. તેમને આ આઇડિયા પેરિસના મેયર દ્વારા લાગુ કરાયેલી યોજના પરથી આવ્યો છે. પેરિસના મેયર એન હિડાલ્ગો શહેરમાં એસયુવી માટે વધુ પાર્કિંગ ચાર્જ લાગુ કરી રહ્યાં છે. સાદિક ખાન ઇચ્છે છે કે લંડન પણ ભવિષ્યમાં વિદેશોમાં લાગુ થતા આ પ્રકારના નેટ ઝીરો ટેક્સનો અમલ કરી શકે છે.

સાદિક ખાને જણાવ્યું હતું કે, મોટા વાહનો પાર્કિંગ માટે વધુ જગ્યા તો રોકે છે અને વધુ કાર્બન ઉત્સર્જન પણ કરે છે તેથી તેમની પાસેથી વધુ ચાર્જ પણ વસૂલાવો જોઇએ. અમે હંમેશા સમગ્ર વિશ્વમાં લાગુ થતી નીતિઓની ચકાસણી કરીએ છીએ. સારી નીતિઓનું અનુકરણ કરવું જ જોઇએ. નવી નીતિઓ ખરાબ પણ પૂરવાર થઇ શકે છે તેથી અન્ય શહેરોમાં સફળ રહેલી નીતિઓનું અનુકરણ કરવું જોઇએ.

સાદિક ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાલમાં લંડનમાં એસયુવી માટેનો પાર્કિંગ ચાર્જ અમલમાં મૂકવાની કોઇ યોજના નથી. મેયર સાદિક ખાન વિશ્વમાં અપનાવાતી સારી નીતિઓ અંગે વાત કરી રહ્યા હતા જેથી પ્રદૂષણ નિયંત્રણ, માર્ગ સુરક્ષામાં વધુ સુધારા કરી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter