તાજા આંકડા અનુસાર લંડનમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૩૫.૫ ટીબી કેસનું પ્રમાણ છે, જે પશ્ચિમ યુરોપના કોઈ પણ શહેરમાં સૌથી ઊંચા દરમાંનું એક છે. જોકે, પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૪૨ ટીબી કેસના પ્રમાણ કરતા તો ઘટ્યું જ છે. અગાઉના વર્ષોની માફક જ ૨૦૧૩માં લંડનમાં યુકેમાં ટીબી કેસીસનું પ્રમાણ ઘણું ઊંચુ એટલે કે ૩૭.૮ ટકા હતું.
ગત બે વર્ષમાં ટીબીની સંખ્યા અને દરમાં નજીવો ઘટાડો માઈગ્રેશન પેટર્ન્સમાં ફેરફાર તેમ જ યુકે અને વિદેશમાં ટીબી પરના નિયંત્રણને સુધારવાના પગલાં સહિતના અનેક પરિબળોને આભારી છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ટીબી સર્વેલ્ન્સના વડા ડો. ઈવોન ડોયલે જણાવ્યું હતું કે,
‘લંડનમાં ટીબીના દરમાં ઘટાડો થવાની ખુશી છે. ટીબીના અટકાવ, નિયંત્રણ અને સારવારમાં સંકળાયેલી તમામ એજન્સીઓની સમર્પિત કામગીરીએ તેમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. આમ છતાં, પશ્ચિમ યુરોપમાં સર્વોચ્ચ દરમાં તેનું સ્થાન અને ટીબી કંટ્રોલ પીએચઈ લંડન માટે સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. ટીબી કંટ્રોલને સુધારવા વહેલું નિદાન તથા સારવાર મહત્ત્વપૂર્ણ છે.’


