લંડનઃ લંડનમાં ગયા સપ્તાહમાં સાઇકલ પર પોતાના એપાર્ટમેન્ટ પર પરત ફરી રહેલી ભારતીય વિદ્યાર્થિનીનું ટ્રક સાથે અકસ્માતમાં મોત થયું હતું. ભારતના નીતિ આયોગના પૂર્વ સીઇઓ અમિતાભ કાન્તે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 33 વર્ષીય ચેષ્ઠા કોચર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પી.એચડી.ની વિદ્યાર્થિની હતી. તેના પિતા નિવૃત્ત લે.જનરલ જી પી કોચરે જણાવ્યું હતું કે, ચેષ્ઠા બિહેવરલ સાયન્સમાં પી.એચડીનો અભ્યાસ કરી રહી હતી. તે અગાઉ અમિતાભ કાન્ત સાથે નીતિ આયોગમાં પણ કામ કરી ચૂકી હતી.


