લંડનઃ ભારતીય વિદ્યાર્થીઓની વિદેશમાં અપમૃત્યુની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. લંડનમાં પણ ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. 23 વર્ષીય મિતુકુમાર પટેલ 19 સપ્ટેમ્બરે યુકે આવ્યો હતો અને 17 નવેમ્બરે તે ગુમ થયો હતો. જોકે 4 દિવસ પછી 21 નવેમ્બરે પૂર્વ લંડનના કેનેરી વ્હાર્ફ વિસ્તાર નજીક થેમ્સ નદીમાંથી મેટ્રોપોલિટન પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

