લંડનઃ બ્રિટનની મુલાકાતે પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રવિવારે યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી સાથે મુલાકાત કરી હતી. લંડનના સાયન્સ મ્યુઝિયમની પ્રશંસા કરતા નિતિશ કુમારે પટનામાં બની રહેલા સાયન્સ સિટી અંગે દોરાઇસ્વામીને અવગત કરાવ્યા હતા.