લંડનઃ બ્રિટનની બે દિવસની મુલાકાત મધ્યે 23 જુલાઇ બુધવારની સાંજે લંડન પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય ડાયસ્પોરા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. મોદી જે હોટેલમાં રોકાયા હતા તેની બહાર સેંકડો ભારતીયો એકઠાં થયાં હતાં અને મોદી-મોદી, ભારત માતા કી જય અને વંદેમાતરમના ગગનભેદી નારા લગાવ્યા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ કલાકારોએ ઢોલના તાલે નૃત્ય કર્યાં હતાં. મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય સમુદાયનું સ્વાગત હૃદયને સ્પર્શી ગયું હતું.