લંડનમાં ભારતીય હાઇ કમિશન પરના 15 હુમલાખોરોની ઓળખ કરાઇ

સાનફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટને નિશાન બનાવનારા 4 ખાલિસ્તાની સમર્થક પણ ઓળખાયા

Tuesday 19th September 2023 12:33 EDT
 

લંડનઃ 19 માર્ચ 2023ના રોજ લંડનમાં ભારતીય હાઇ કમિશન પર હુમલામાં કથિત રીતે સંડોવાયેલા 45 લોકોની તસવીરો જારી કર્યા બાદ ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ 15 લોકોની ઓળખ કરી લીધી છે. હવે તપાસ એજન્સી તેમની સામે લૂક આઉટ સર્ક્યુલર જારી કરવા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને વિગતો મોકલી આપશે.

તેવી જ રીતે એનઆઇએએ 2 જુલાઇ 2023ના રોજ અમેરિકામાં સાનફ્રાન્સિસ્કો ખાતેની ભારતીય કોન્સ્યુલેટને નિશાન બનાવનારા ચાર ખાલિસ્તાની સમર્થકોની પણ ઓળખ કરવામાં આવી છે. એનઆઇએની વધુ એક ટીમ આગામી મહિને કેનેડાની મુલાકાતે જઇ ત્યાં ભારતીય હાઇ કમિશન પર થયેલા હુમલાની તપાસ હાથ ધરશે.

લંડનમાં હુમલા માટે એનઆઇએ દ્વારા 15 લોકોની ઓળખ કરાઇ છે. હવે પછીનો પડકાર યુકે સરકારને તેમની સામે પગલાં લેવા તૈયાર કરવાની છે કારણ કે યુકેમાં ભારતના યુએપીએ જેવા કાયદા નથી જે દેખાવકારો સામે પગલાં લેવાની પરવાનગી આપતા હોય. એપ્રિલ મહિનામાં ભારતના ગૃહ મંત્રાલયે પ્રાથમિક તપાસમાં લંડનના હુમલામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સંડોવણી સામે આવ્યા બાદ નવો કેસ નોંધવા એનઆઇએને નિર્દેશ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter