લંડનમાં માઇગ્રન્ટ કામદારોને શોષણથી બચાવવા સાદિક ખાને પ્રોજેક્ટ શરૂ કર્યો

માઇગ્રન્ટ્સ ભયમુક્ત બનીને શોષણ અને અત્યાચારની ફરિયાદ નોંધાવી શકશે

Thursday 02nd January 2025 01:04 EST
 
 

લંડનઃ અસુરક્ષિત ઇમિગ્રેશન દરજ્જા ધરાવતા માઇગ્રન્ટ્સ અત્યાચાર અને શોષણ અંગેની ફરિયાદ નોંધાવી શકે તે માટે લંડનમાં એક નવો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ માટે તેમની અંગત વિગતો હોમ ઓફિસને અપાશે તેવા ભયથી પીડાવાની પણ તેમણે જરૂર નથી.

મેયર સાદિક ખાને બે વર્ષના આ રિસર્ચ પ્રોગ્રામ માટે 50,000 પાઉન્ડની ફાળવણી કરી છે. ફોક ઓન લેબર એક્સપ્લોઇટેશન ચેરિટી દ્વારા આ રિસર્ચ કરાશે. લંડનમાં માઇગ્રન્ટ્સ, રેફ્યુજી અને રાજ્યાશ્રયવાંચ્છુઓને મદદ કરવા સિટી હોલ દ્વારા 1.1 મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટો શરૂ કરાયાં છે. આ પ્રોજેક્ટ પણ તેનો જ હિસ્સો રહેશે.

મેયર સાદિક ખાને માઇગ્રન્ટ વર્કર્સના અધિકારોના સંરક્ષણ અને તેમને શોષણથી બચાવવા 2024ના પ્રારંભમાં લંડનના મેયર તરીકે ચૂંટણી લડતાં વચન આપ્યું હતું. ચેરિટીના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પીટર વિલ્ટસ્કિનિગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ તમામ લંડનવાસીઓ ભયમુક્ત બનીને તેમના શોષણ અને અત્યાચારની ફરિયાદ કરી શકે તે માટેનું એક સાહસિક પગલું છે. સમગ્ર વિશ્વમાં શોષણકર્તાઓ માનવ તસ્કરી માટે ઇમિગ્રેશન નીતિઓનો એક સાધન તરીકે ઉપયોગ કરતાં આવ્યાં છે .


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter