લંડનઃ 25મી માર્ચના સોમવારની સાંજે ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે લંડનમાં સંસદભવનનો ઘેરાવ કર્યો હતો. તેમનો આરોપ છે કે તેમને કૃષિ માટે સરકાર તરફથી કોઇ સહાય પ્રાપ્ત થઇ રહી નથી. સેવ બ્રિટિશ ફાર્મિંગ એન્ડ ફેરનેસ ફોર ફાર્મર્સ દ્વારા આયોજિત રેલીમાં ખેડૂતો 100થી વધુ ટ્રેક્ટર સાથે જોડાયાં હતાં. તેમણે આરોપ મૂક્યો હતો કે સસ્તા કૃષિ ઉત્પાદનની આયાત અને સરકારની નીતિઓના કારણે દેશની ખાદ્ય સુરક્ષા જોખમમાં મૂકાઇ રહી છે.