લંડનમાં સ્થાનિક સ્તરે ગ્રૂમિંગ ગેંગોની તપાસ કરાવવા સાંસદોની માગ

તપાસ માટે મેટ્રોપોલિટન પોલીસના વિશેષ એકમની રચનાની અપીલ

Tuesday 17th March 2026 11:26 EDT
 
 

લંડનઃ સરકાર દ્વારા શરૂ કરાયેલી ગ્રૂમિંગ ગેંગની તપાસમાં વિશેષ કરીને લંડનની ગ્રૂમિંગ ગેંગો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાંસદોએ માગ કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના આઠ સાંસદ અને લંડન એસેમ્બ્લીના 3 સભ્યે હોમ સેક્રેટરી શબાના માહમૂદ અને મેયર સાદિક ખાનને પત્ર લખી તાત્કાલિક પગલાંની માગ કરી છે. પત્ર લખનારા સાંસદોમાં શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપ અને કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ લીડર સર ઇયાન ડન્કન સ્મિથનો સમાવેશ થાય છે.

ગયા મહિને બીબીસીની તપાસમાં સામે આવ્યું હતું કે લંડનમાં ગ્રૂમિંગ ગેંગો સગીરાઓને પોતાનો શિકાર બનાવી રહી છે. પત્રમાં બીબીસીના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો છે. સાંસદોએ પત્રમાં જણાવ્યું હતું કે, બીબીસીના રિપોર્ટે અમને હચમચાવી દીધાં છે. લંડનમાં સત્તાવાળાઓ ગ્રૂમિંગ ગેંગના દુષણને ડામવામાં નિષ્ફળ ગયાં છે.

સરકારે ગ્રૂમિંગ ગેંગોની દેશવ્યાપી તપાસની જાહેરાત કરી છે પરંતુ સાંસદો ઇચ્છે છે કે લંડનમાં સક્રિય ગ્રૂમિંગ ગેંગોની સ્થાનિક સ્તરે પણ તપાસ કરવામાં આવે. તેમણે આ માટે મેટ્રોપોલિટન પોલીસના વિશેષ એકમની રચનાની પણ માગ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter