લક્ષ્મી મિત્તલે 1.65 બિલિયન ડોલરમાં રાજસ્થાન રોયલ ટીમ ખરીદી

આઇપીએલ ફ્રેન્ચાઇઝીમાં મિત્તલ પરિવારનો 75 ટકા હિસ્સો

Tuesday 05th May 2026 11:15 EDT
 
 

લંડનઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સ્ટીલ કિંગ તરીકે જાણીતા બ્રિટિશ ભારતીય ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેમના પુત્ર આદિત્ય મિત્તલે સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી ખરીદી છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સને હવે નવા માલિકો મળ્યા છે. આ સોદો અંદાજે 1.65 બિલિયન ડોલરમાં થયો હોવાનું મનાય છે, જે IPLના ઈતિહાસના સૌથી મોંઘા સોદાઓ પૈકીનો એક છે. ત્રીજી મેના રોજ મિત્તલ પરિવારે આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

અહેવાલો મુજબ હવે આ ફ્રેન્ચાઇઝીમાં મિત્તલ પરિવારનો 75 ટકા હિસ્સો રહેશે જ્યારે આદર પૂનાવાલા 18 ટકા હિસ્સો ધરાવશે. મિત્તલ પરિવાર છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન રોયલ્સમાં રસ દાખવી રહ્યો હતો. આ ખરીદી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના સ્પોર્ટ્સ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનો છે. મિત્તલ પરિવાર પહેલેથી જ વૈશ્વિક સ્તરે રમતગમત ક્ષેત્રે સક્રિય છે અને હવે IPL જેવી મોટી લીગમાં પ્રવેશવાથી તેમનું કદ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter