લંડનઃ એચએમઆરસીના એક ટેક્સ ઓફિસરે લગ્નમાં થયેલું દેવુ ચૂકવવા માટે બે લાખ કરતાં વધુ પાઉન્ડની ગેરરિતી આચરી હતી. 36 વર્ષીય મોહમ્મદ દાર કરદાતાઓના નકલી રેકોર્ડ ઊભા કરી નકલી બિઝનેસ માઇલેજ એક્સપેન્સ ક્લેઇમ દાખલ કરતો અને બોગસ દાવાઓ દ્વારા ડઝનો બેન્ક ખાતામાં તે રકમ ટ્રાન્સફર કરી લેતો હતો.
બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા લિસ્ટહિલ્સના દારને ફ્રોડ અને મની લોન્ડરિંગ માટે 3 વર્ષ જેલની સજા કરાઇ છે. લગ્નમાં થયેલું દેવુ ચૂકવવા ફ્રોડ આચરનાર દાર જુગાર અને ડ્રગ્સની આદત પણ ધરાવતો હતો. તે 2016માં કસ્ટમર સર્વિસ કન્સલ્ટન્ટ તરીકે એચએમઆરસીમાં જોડાયો હતો. તે વિભાગમાં બિઝનેસ માઇલેજ એક્સપેન્સ દાવાઓના નિકાલની જવાબદારી સંભાળતો હતો.
આ જવાબદારીના કારણે તેની પાસે કરદાતાઓની અંગત માહિતી ઉપલબ્ધ રહેતી હતી. તેનો ઉપયોગ કરીને તે ખોટા દાવા કરતો હતો અને નાણા પોતાના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેતો હતો.


