લંડનઃ હવે લબરમૂછિયા પણ સાયબર એટેકમાં માહેર બની રહ્યાં છે. ગયા સપ્તાહમાં ટ્રાન્સપોર્ટ ફોર લંડન (ટીએફએલ) પર સાયબર એટેક કરાયો હતો. આ માટે એક ટીનએજરની ધરપકડ કરાઇ છે. સાયબર એટેક દ્વારા પ્રવાસીઓના નામ અને ફોન નંબરની તફડંચી કરાઇ હોવાનું અનુમાન છે. ટીએફએલમાં પ્રવાસ માટે ઉપયોગમાં લેવાતા ઓઇસ્ટર કાર્ડ અને કોન્ટેક્ટલેસ બેન્ક કાર્ડની માહિતી પણ તફડાવવામાં આવી હોવાનું અનુમાન છે. આ સાયબર એટેકમાં 5000 જેટલા પ્રવાસીઓની બેન્ક એકાઉન્ટ ડિટેઇલ પણ જોખમમાં મૂકાઇ છે.

