લંડન
સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં ભારતના ન્યાયતંત્ર વિરુદ્ધ કરેલી ટિપ્પણી માટે ભારતની સુપ્રીમ કોર્ટે આઇપીએલના પૂર્વ કમિશ્નર અને આર્થિક ગેરરિતીઓના આરોપના કારણે બ્રિટનમાં આશ્રય લઇ રહેલા લલિત મોદીની આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે લલિત મોદીને બિનશરતી માફી માગવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ સી ટી રવિકુમારની બેન્ચે જણાવ્યું હતું કે, લલિત મોદી કાયદા અને અદાલતથી ઉપર નથી. અદાલતને તેમના દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટથી સંતોષ નથી. અદાલતે લલિત મોદીને આદેશ આપ્યો હતો કે તેઓ માફી માગતી એફિડેવિટ રજૂ કરે અને ભવિષ્યમાં ભારતીય ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ખરડાય તેવી કોઇપણ પ્રકારની ટિપ્પણી ન કરે.


