લશ્કરમાં ૭૦,૦૦૦થી વધુ જવાનો અઠંગ શરાબી

Wednesday 28th November 2018 02:55 EST
 
 

લંડનઃ શરાબમાં ચકચૂર આ ખલાસીનું આપણે શું કરીએ ? અને સૈનિકોનું ? અને RAFના જવાનોનું ? અભ્યાસમાં લશ્કરના લગભગ ૭૦,૦૦૦થી વધુ જવાનો ભારે અથવા જોખમી શરાબી હોવાનું બહાર આવતા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ માટે પણ આ પ્રશ્ર પેચીદો બની ગયો છે.

અભ્યાસમાં સૂચવાયું છે કે શરાબપાનની આદત શિસ્ત અને યુદ્ધમાં દેખાવ તેમજ સૈનિકોના સ્વાસ્થ્ય માટે ચેતવણીરૂપ બની ગઈ છે. મિનિસ્ટ્રી ખૂબ જ ચિંતિત થતાં સમગ્ર સૈન્યમાં શરાબપાન ઘટાડવાની યોજના અમલી બનાવવા માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના સિવિલિયન સલાહકારોને બોલાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter