લાંબા સમયથી બીમાર લોકોને ફરી કામ કરતા કરવા ડો. પટ્ટણીએ નવી સિસ્ટમ વિકસાવી

Wednesday 03rd January 2024 08:51 EST
 
 

લંડનઃ ઓક્યુપેશનલ હેલ્થમાં વિશેષ લાયકાત ધરાવતા ડોક્ટરો લાંબા સમયથી બીમારીથી પીડાતા લોકોને ફરી એકવાર કામ કરતા કરવાના પ્રયાસોને વેગ આપી રહ્યાં છે. હેરોમાં નોર્થવિક પાર્ક હોસ્પિટલના ડો. સૃષ્ટિ પટ્ટણી જેવા ડોક્ટરો દ્વારા તૈયાર કરાયેલ સારવારની આ નવી પ્રક્રિયા લાંબા સમયથી બીમાર એવા લોકોને ફરી એકવાર પોતાના પગ પર ઊભા કરવા માટેના પ્રયાસમાં ક્રાંતિ લાવી રહ્યાં છે.

આ નવી સિસ્ટમ અંતર્ગત જીપી તેમના દર્દીઓને ઓએચ ક્લિનિકમાં રીફર કરી રહ્યાં છે જ્યાં દરેક દર્દીના આરોગ્ય અને તેમની કામગીરીની વ્યાપક સમીક્ષા કરાય છે. જીપી તરીકેના પોતાના અનુભવોના આધારે નવી સિસ્ટમ તૈયાર કરનાર ડો. પટ્ટણી સમસ્યાના મૂળમાં જવાની સાથે દર્દી અને તેના નોકરીદાતા માટે વ્યવહારુ ઉકેલ લાવવા પર ભાર મૂકે છે.

ડો. પટ્ટણી કહે છે કે આ કોઇ રોકેટ સાયન્સ નથી. સમસ્યાના ઉકેલ માટે સમસ્યાની જડ સુધી જવા અને વ્યવહારુ ઉકેલ શોધી કાઢવા માટે સમય આપવો જરૂરી છે.

આ પાયલટ પ્રોગ્રામ હવે પ્રાઇમરી કેર અને સેકન્ડરી કેરમાં મહત્વનો બની રહ્યો છે. સરકાર દ્વારા આ પ્રોગ્રામને સહાય કરાય તેવી આશા રાખવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter