લંડનઃ પાંચ વર્ષ અગાઉ હંગેરીમાં હોલિડે માણવા ગયેલી અને ITVમાં પ્રોડ્યુસર તરીકે કામ કરતી ૩૧ વર્ષીય એમી મે શેડને નટ્સની એલર્જીનું ગંભીર રિએક્શન આવતા તેના મગજને નુક્સાન થયું હતું. તે હંગેરીમાં પાંચ વર્ષ સુધી કેરમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફરી હતી.
બુડાપેસ્ટની રેસ્ટોરન્ટમાં ચીકન મિલનો એક જ બાઈટ ખાધા પછી તેને એનાફિલેક્ટિક શોક લાગ્યો હતો. તેને ભોજનમાં નટ્સ ન હોવાની ખાતરી અપાઈ હતી. ૨૦૧૪ની આ ઘટના પછી તે હોસ્પિટલો અને કેર હોમ્સમાં રહી હતી. પરંતુ, હવે તે એસેક્સના વેસ્ટક્લિફ-ઓન-સીમાં તેના પરિવારના મકાનમાં ખાસ બનાવાયેલા એનેક્સીમાં રહેવા આવી ગઈ છે.


