લંડનઃ ૨૮ વર્ષીય નિર્લજ્જ ચોર ડેરેન બારે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં યુનિવર્સિટીઓની લાઈબ્રેરીઓમાંથી ૮,૦૦૦થી વધુ પુસ્તકો ચોર્યા હતા. તેણે એડિનબરાંની લાઈબ્રેરીઓમાંથી ૮૦,૦૦૦ પાઉન્ડથી વધુની કિંમતના પુસ્તકો ચોરી એમેઝોન ટ્રેડર્સને વેચી માર્યા હતા.
એડિનબરાં શેરિફ કોર્ટે તેને ૨૫ મહિનાની જેલની સજા કરી હતી. તે પુસ્તકોના અંદરના કવર પર ‘Withdrawn’ના સ્ટેમ્પ લગાવીને વેચી દેતો હતો. જ્યારે લાઈબ્રેરીની યાદીમાં આ બુક્સ ઉપલબ્ધ હોવા જણાવાતું હતું. તેણે એડિનબરા નેપિયર કેમ્પસમાંથી ૪,૨૫૦ અને સાઈટ હિલ લાઈબ્રેરીમાંથી ૩,૫૦૦ બુક્સની ઉઠાંતરી કરી હતી. આ બન્નેની કુલ કિંમત જ ૭૩,૦૦૦ પાઉન્ડ જેટલી થતી હતી.