લાઉબરોમાં લાપતા આર્યન શર્માનો મૃતદેહ સોર નદીમાંથી મળી આવ્યો

Tuesday 30th December 2025 09:35 EST
 
 

લંડનઃ લાઉબરોમાં લાપતા બનેલ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. 20 વર્ષીય આર્યન શર્મા 22 નવેમ્બરથી લાપતા બન્યો હતો. છેલ્લે તેને મીડો લેનમાં સીસીટીવી ફૂટેજમાં જોવાયો હતો. 14 ડિસેમ્બરના રોજ પોલીસને માહિતી મળી હતી કે નોર્મન્ટનમાં સોર નદીમાં કોઇનો મૃતદેહ તરી રહ્યો છે. પોલીસની સપોર્ટ ટીમ અને નેશનલ પોલીસ એર સર્વિસે નદીમાં શોધખોળ કરીને મૃતદેહ પ્રાપ્ત કર્યો હતો. આમ તો આ મૃતદેહ આર્યનનો જ હોવાનું મનાય છે પરંતુ વિધિવત ઓળખ હજુ જાહેર કરાઇ નથી.

આર્યનના માતા પિતા સુખી અને રાકેશ શર્મા લંડનમાં રહે છે. આર્યનનું સ્વપ્ન રોયલ એરફોર્સમાં જોડાવાનું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter