લંડનઃ 23 નવેમ્બર 2024ના રોજ લાપતા બનેલા ગુરબક્ષ સુએલી ઉર્ફે સાયમનનો મૃતદેહ થેમ્સ નદીમાંથી મળી આવ્યો છે. છેલ્લે તેને 23 નવેમ્બરના રોજ લંડનના બિશપગેટ અને હેકનીમાં જોવાયો હતો. તે ઇપ્સવિચનો નિવાસી હતો. મેટ પોલીસે જણાવ્યું હતું કે, 28 નવેમ્બરના રોજ ગુરબક્ષનો મોબાઇલ ફોન ઇપ્સવિચમાં એક્ટિવ થયો હતો. પોલીસે તેના પરિવારને જાણ કરી છે.

