લંડનઃ એક્સબ્રિજના લેન્ડ લોર્ડ્સને મલ્ટી ઓક્યુપેશનમાં લાયસન્સ વિનાનું અસુરક્ષિત મકાન ભાડે આપવા માટે 7,177 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. 57 વર્ષીય નવીન શેઠ અને 56 વર્ષીય સવિતા શેઠે લાયસન્સ વિનાનું મકાન ભાડે આપવાના આરોપ કબૂલી લેતાં નવીન શેઠને 657 પાઉન્ડનો દંડ, 263 પાઉન્ડનો વિક્ટિમ સરચાર્જ અને 5268 પાઉન્ડનો પ્રોસિક્યુશન ચાર્જ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સવિતા શેઠને પણ 253 પાઉન્ડનો દંડ, 101 પાઉન્ડ વિક્ટિમ સરચાર્જ અને 585 પાઉન્ડ પ્રોસિક્યુશન ફી ચૂકવવાનો આદેશ અપાયો હતો.

