લાયસન્સની ચેતવણીઓ અવગણનાર મકાન માલિકને 50,000 પાઉન્ડનો દંડ

Tuesday 31st October 2023 12:52 EDT
 
 

લંડનઃ ભાડાની સંખ્યાબંધ પ્રોપર્ટી પર જરૂરી લાયસન્સની કાયદાકીય જરૂરીયાતોનું પાલન નહીં કરનાર ગોસફોર્થના મકાન માલિક કામરાન આદિલને 50,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો છે. કાઉન્ટી ડરહામ કાઉન્સિલ દ્વારા આદિલ સામે હાઉસિંગ એક્ટ અંતર્ગત 9 આરોપ મુદ્દે કાર્યવાહી કરાઇ હતી. પીટરલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા સંખ્યાબંધ લેખિત અને મૌખિક ચેતવણી અપાઇ છતાં તેમણે લાયસન્સ માટેની જરૂરી પ્રક્રિયા કરી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter