લિન્કનશાયરમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર જિતેન્દ્ર પ્રજાપતિને 3 વર્ષ 8 મહિનાની કેદ

Tuesday 07th April 2026 11:18 EDT
 
 

લંડનઃ લિન્કનશાયરના બોસ્ટનમાં 14 જાન્યુઆરીના રોજ મહિલા પર બળાત્કાર ગુજારનાર જિતેન્દ્રકુમાર પ્રજાપતિને 3 વર્ષ અને 8 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. ફૂડ ડિલિવરી માટે પહોંચેલા જિતેન્દ્રએ મહિલા સાથે વાતચીત કરીને ઘરોબો કેળવવાનો પ્રયાસ કર્યો હતો. ડિલિવરીના થોડા સમય બાદ તે પરત ફર્યો હતો અને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. લિન્કન ક્રાઉન કોર્ટે જિતેન્દ્રને પાંચ વર્ષની કેદ ફટકારી હતી પરંતુ તેણે પોતાનો ગુનો કબૂલી લેતા સજા ઘટાડીને 3 વર્ષ 8 મહિના કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter