લિસા નંદી ફૂટબોલ રેગ્યુલેટરના મામલામાં વિવાદમાં સપડાયા

પબ્લિક એપોઇન્ટમેન્ટ કોડના ઉલ્લંઘન માટે નંદીએ માફી માગી

Tuesday 11th November 2025 10:02 EST
 
 

લંડનઃ સ્ટાર્મર સરકારના વધુ એક મંત્રી વિવાદમાં સપડાયા છે. કલ્ચર સેક્રેટરી લિસા નંદીપર નવા ફૂટબોલ રેગ્યુલેટરની પસંદગીની પ્રક્રિયામાં અનિયમિતતાના આરોપની તપાસ પાર્લામેન્ટની સ્ટાન્ડર્ડ વોચડોગને સોંપાઇ છે. નંદીએ સ્વીકાર્યું છે કે પસંદગી પ્રક્રિયા યોગ્ય નહોતી. નંદી પર રેગ્યુલેટર તરીકે પસંદ કરાયેલી વ્યક્તિ પાસેથી ડોનેશન લીધું હોવાની હકીકત જાહેર ન કરવાનો આરોપ મૂકાયો હતો. તેમણે કોડ ઓફ પબ્લિક એપોઇન્ટમેન્ટ્સના ઉલ્લંઘન માટે માફી માગી છે. 2020માં ડેવિડ કોગન પાસેથી લિસા નંદીએ 2900  પાઉન્ડ ડોનેશન પેટે લીધા હતા પરંતુ તેને યોગ્ય રીતે જાહેર કર્યાં નહોતાં.

નંદીએ જણાવ્યું હતું કે, જ્યારે મને માહિતી મળી કે કોગને મારા કેમ્પેનમાં ડોનેશન આપ્યું હતું ત્યારે મેં પ્રોસેસમાંથી મારી જાતને અલગ કરી લીધી હતી. અમે પ્રોસેસમાં ઉચ્ચ ધોરણ જાળવવામાં નિષ્ફળ રહ્યાં છીએ અને તેની સંપુર્ણ જવાબદારી સ્વીકારું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter