લંડન
મોટાભાગની કાઉન્ટીઓ લીઝર સર્વિસિઝ બંધ કરવાની વિચારણા કરી રહી હોવાની ચેતવણી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી દ્વારા જારી કરવામાં આવી છે. ઘણા કાઉન્સિલ લીડર્સે સ્થાનિક લીઝર સેન્ટર્સને બચાવવાની વ્યૂહરચના તૈયાર કરવા અપીલ કરી છે. કોમ્યુનિટી સ્પોર્ટ અને ફિઝિકલ એક્ટિવિટીના કારણે ઇંગ્લેન્ડને 2017-18માં 85.5 બિલિયન પાઉન્ડનું યોગદાન મળ્યું હતું. શારીરિક અને માનસિક આરોગ્ય સુધરવાના કારણે 9.5 બિલિયન પાઉન્ડનો લાભ થયો હતો. જોકે પીએસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 70 ટકા લોકલ કાઉન્સિલ વધી રહેલા ખર્ચને કારણે લીઝર સર્વિસ બંધ કરવાની વિચારણા કરી રહી છે. લીઝર સેક્ટરનું વીજળીનું બિલ જ 1.2 બિલિયન પાઉન્ડને આંબી ગયું છે. ઘણા સ્પોર્ટ્સ સેન્ટર 30 કરતાં વધુ વર્ષ જૂનાં છે અને તેમની હાલત ખસ્તાહાલ બની ગઇ છે.


