લંડનઃ પ્રિમિયર લીગ ટાઇટલમાં વિજેતા બનેલી લીવરપુલની ટીમને વધાવી લેવા સોમવારે આયોજિત પરેડમાં ધસમસતી આવેલી કારે ઓછામાં ઓછા 50 લોકોને ઇજાગ્રસ્ત કર્યાં હતાં. પોલીસે આ મામલામાં 53 વર્ષીય શ્વેત બ્રિટિશરની અટકાયત કરી છે. જોકે આ દુર્ઘટનામાં આતંકવાદી હુમલાની સંભાવનાઓ નકારી કઢાઇ છે.