લંડન: દક્ષિણ-પૂર્વ લંડનના લુઈશામ બરોમાં એક મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. દાયકાઓથી લેબર પાર્ટીના ગઢ ગણાતા આ વિસ્તારમાં ગ્રીન પાર્ટીના લિયામ શ્રીવાસ્તવે મેયર પદની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને લેબર પાર્ટીના શાસનનો અંત આણ્યો છે. ચૂંટણીના સત્તાવાર પરિણામો મુજબ, લિયામ શ્રીવાસ્તવને કુલ 35,265 મત (40.4%) મળ્યા હતા, જ્યારે લેબર પાર્ટીના ઉમેદવાર 30,374 મતો (34.8%) સાથે બીજા ક્રમે રહ્યા હતા.
લુઈશામમાં વર્ષ 2002થી સીધી રીતે ચૂંટાયેલા મેયરની પદ્ધતિ અમલમાં છે અને ત્યારથી આ બેઠક પર લેબર પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે. ન્યૂ ક્રોસ ગેટના કાઉન્સિલર રહી ચૂકેલા શ્રીવાસ્તવની આ જીત ગ્રીન પાર્ટી માટે લંડનના રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ માનવામાં આવે છે. મેયર તરીકે હવે શ્રીવાસ્તવ પાસે આ બરોમાં હાઉસિંગ અને પ્લાનિંગ જેવી મહત્વની બાબતો પર વહીવટી સત્તા રહેશે.
લૂઇશામ પરિણામ
પાર્ટી – ઉમેદવાર – પ્રાપ્ત મત
ગ્રીન પાર્ટી – લિયામ શ્રીવાસ્તવ – 35,265
લેબર પાર્ટી – એમેન્ડા ડે-રિક – 30,374
રિફોર્મ યુકે – પેટ ન્યૂમેન – 7,288


