લંડનઃ મૃતદેહોની યોગ્ય દફનવિધિ કે અંતિમ સંસ્કાર ન કરવા અને શોકગ્રસ્ત પરિવારજનોને અજાણી વ્યક્તિઓના અસ્થિ સોંપી દેવાના ગંભીર મામલે અદાલતે ફ્યુનરલ ડાયરેક્ટરને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.
માર્ચ 2024માં હલ સ્થિત લેગસી ઈન્ડિપેન્ડન્ટ ફ્યુનરલ ડાયરેક્ટર્સ પર પોલીસ દરોડા દરમિયાન 35 મૃતદેહો અને 100થી વધુ અસ્થિ કુંભ મળી આવ્યા હતા. આ મામલે આરોપી રોબર્ટ બુશે 67 ગુનાઓની કબૂલાત કરી હતી.
હલ ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવતા જજ જસ્ટિસ હિલિયાર્ડે રોબર્ટ બુશને લગભગ 200 પરિવારો સાથે પાંચ લાખ પાઉન્ડની છેતરપિંડી કરવા બદલ બુશ પર 14 વર્ષ માટે કંપની ડિરેક્ટર બનવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
બુશ પર 90,000 પાઉન્ડનું દેવું હતું. તેણે નાણાનો ઉપયોગ વેકેશન માણવા, ઘરના નવીનીકરણ અને મોટરસાયકલ રેસિંગના પોતાના શોખ પૂરા કરવા માટે કર્યો હતો.


