લંડનઃ વિન્ડસરનું સ્ટાર આકર્ષણ લેગોલેન્ડ્સ ‘મિની લંડન’ આગામી વર્ષે તેની 30મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને તેના મોડેલ્સની નવેસરથી સજાવટ કરવા પાછળ 1 મિલિયન પાઉન્ડથી વધુ રકમ ખર્ચાઈ ગઈ છે. 5.4 મીટરની ઊંચાઈ સાથેનું મિની લંડન વાસ્તવિક બિલ્ડિંગના 40મા હિસ્સા જેટલું છે. લેગોમાં આ ચીઝગ્રેટર ઈમારતનું પુનઃસર્જન કરવા 12 મોડેલ બિલ્ડર્સ, કામે લાગ્યા હતા જેમને કામ પૂર્ણ કરવામાં 1162 કલાકનો સમય લાગ્યો હતો. આ મિની ઈમારતમાં 191,000 ઈંટને ઉપયોગમાં લેવાઈ હતી. આ મિની ઈમારતને આશરે 14,000 માઈલ દૂરથી શિપિંગ કન્ટેઈનરમાં લેગોલેન્ડ વિન્ડસર ખાતે લાવવામાં આવી હતી જેથી નવી આધુનિક સાજસજાવટ કરી શકાય.
લેગોલેન્ડના ક્રીએટિવ મેનેજર પૌલા યંગના કહેવા અનુસાર મિની ઈમારતનું ઈન્સ્ટોલેશન ખાવાના ખેલ ન હતા કારણ કે ‘અચાનક જ ઈમારત હવામાં તરવા લાગે અને તમારે હવે શું થશેના વિચારે આંખ બંધ કરી દેવી પડે.’ આ મોડેલમાં અગાઉ,લીડેનહોલ બિલ્ડિંગ તરીકે ઓળખાતી ધ ચીઝગ્રેટર ઈમારત તેમજ કેનારી વ્હાર્ફ ટ્રેન સ્ટેશન અને ઘેરકિનની સાત ગગનચૂંબી ઈમારતોનો સમાવેશ કરાયો છે. મોડેલને પૂર્ણ કરવા પાછળ 1.2 મિલિયન પાઉન્ડના ખર્ચ સાથે 10,800 માનવકલાકો, 2 મિલિયન લેગો બ્રિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેગોલેન્ડ વિન્ડસર રિસોર્ટમાં મોડેલ્સ, એનિમેશન્સ અને થીમિંગ ટીમ્સના ક્રીએટિવ મેનેજર પૌલા લાફ્ટન કહે છે કે,‘આ ખરેખર કન્સ્ટ્રક્શન સાઈટ જેવું જ છે પરંતુ, તે અત્યંત નાના પ્રમાણમાં છે. આપણે સામાન્ય સાઈટ પર જે ગાઈડલાઈન્સને અનુસરીએ તે જ રીતે અહીં પણ કામ કરવાનું રહે છે.’ અને આમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણકે મોડેલ બનાવનારાઓ ઢીલાં લેગો ક્રીએશન્સને યોગ્યપણે ગોઠવે ત્યારે ટ્રીલ્સનો અવાજ શાંતિનો ભંગ કરે છે. વર્કર્સ ઘાસ અને બેન્ચીસ પર બેસીને ભોજન લેતા પણ નજરે પડે છે.