લેટ ટેક્સ રિટર્ન પરની પેનલ્ટી અમાન્ય ઠરશે ?

Wednesday 31st January 2018 06:07 EST
 

લંડનઃ ટેક્સ ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવ્યા પછી સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રિટર્ન મોડા ફાઈલ કરવા બદલ અપાયેલી ૧૦૦ પાઉન્ડની હજારો ઓટોમેટિક પેનલ્ટી અમાન્ય ઠરે તેવી શક્યતા છે. ગયા વર્ષે લગભગ ૮૪૦,૦૦૦ કરદાતા સેલ્ફ એસેસમેન્ટ રિટર્ન ફાઈલ કરવાની ૩૧ જાન્યુઆરીની મધરાતની આખરી મુદત ચૂકી ગયા હતા.

જોકે, કંપની ટેક્સ રિટર્ન મોડું ફાઈલ કરવા બદલ ૧૦૦ પાઉન્ડનો દંડ થતા ખાન પ્રોપર્ટીઝે તેને ટ્રિબ્યુનલમાં પડકારી હતી અને કેસ જીતી ગઈ હતી. ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે દંડ માટે ટેક્સ અધિકારીને બદલે કોમ્પ્યુટરે એસેસમેન્ટ કરવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter